વડોદરા : આજરોજ 1 જાન્યુઆરી 2025 નું નવું વર્ષ વડોદરા શહેરમાં આવેલું ખાસ વાડી સ્મશાન જ્યારે વિશ્વામિત્રી માંથી પ્રગટ થયેલા વિશ્વામિત્રી હનુમાન દાદા આવેલા છે, અને અહીંયા કાલભૈરવ બટુક ભૈરવ તથા ભાથુજી મંદિર શિવજી મંદિર પણ આવેલું છે.

જ્યારે આ વિશ્વામિત્રી હનુમાન દાદા ગાયકવાડી શાસન ના ટાઈમ નું છે છેલ્લા આઠ વર્ષથી ખાસવાડી સ્મશાનમાં આવેલા હનુમાન દાદા ના મંદિરે દર 1 જાન્યુઆરીના દિવસે સુંદરકાંડ પાઠ રાખવામાં આવે છે.આ સુંદરકાંડ પાઠ છેલ્લા આઠ વર્ષથી સીતારામ સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડનું પાઠ કરવામાં આવેલ છે જ્યારે આજે 1 જાન્યુઆરીના દિવસે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે જેને લઈને આજે સુંદરકાંડ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સુંદરકાંડમાં જોડાયા હતા.





Reporter: admin