વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા દ્વારા માંગ કરાઇ હતી કે પશ્ચિમ બંગાળ માં થયેલી હિંસા બાબતે વિશ્વહિંદુ પરિષદ અને આર.એસ.એસ. ના કેટલાક પદાધિકારીઓ ભાજપાવાળાને સાથે લઈને કલેક્ટરની કચેરીએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાશનની માંગણી સાથે પહોંચ્યા હતા.

પણ વડોદરામાં રહીને પશ્ચિમ બંગાળના હિન્દુઓની ચિંતા કરતા આ તમામ વડોદરાના હિંદુઓની ચિંતા કેમ નથી કરતા ? વડોદરા કોર્પોરેશન અને ગુજરાતની સરકાર છેલ્લા ૩૦ જેટલા વર્ષ થી ભાજપા શાશીત છે. વડોદરા માં આજ સુધી માં લગભગ દસ હજાર થી વધારે કાચાપાકા મકાનો અને ઝુપડા તોડી પડેલા છે જે મહત્તમ હિંદુઓ ના છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશન ની માલિકી નો તાંદલજા માં ટી.પી.-૨૨ ના ફાયનલ પ્લોટ ૯૦ વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે છેલ્લા ૧૨ વર્ષથી કબજો કરી લીધેલો છે.
પાલિકાની માલિકી ની જમીન ઉપર યુસુફ પઠાણે કરેલા ગેરકાયદેસર દબાણની ગણતરી કરીએ તો કરોડો રૂપિયા વસુલવાના ત્યારે તે પણ આજ દિવસ સુધી વસુલ્યા પણ નથી કે નોટીસ સુધ્ધાય આપેલ નથી અને પ્લોટ કબજો રાખવા માટે યુસુફ ગુજરાત હાઈકોર્ટ માં ગયેલા તો હાઈકોર્ટે પાલિકા ને તોડવા ઉપર સ્ટે પણ આપેલો નથી.ત્યારે વિશ્વહિંદુ પરિષદ અને આર.એસ.એસ. ના ભેગા મળી ને ભાજપા વાળા ને સાથે રાખી કલેક્ટરને પશ્ચિમ બંગાળ માં રાષ્ટ્રપતિ શાસન ની માંગ કરતુ આવેદનપત્ર આપવા ગયેલા ત્યારે અમો આ સાથે વિનંતી કરીએ છીએ કે જો આપ લોકો ખરેખર હિંદુહિત ની વિચારધારા ધરાવતા હોવ, રાજકીય હાથો બની ને કાર્ય કરતા ના હોવ અને જે ટી.એમ.સી પક્ષ ના શસન માં પશ્ચિમ બંગાળ માં હિંદુઓ ઉપર હિંસા થઇ છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન ની માંગણી કરો છો ત્યારે તે જ પક્ષ ટી.એમ.સી. ના સાંસદ યુસુફ પઠાણ દ્વારા વડોદરા કોર્પોરેશન ની ગેરકાયદેસર દબાણ કરેલી જમીન ઉપર દાદા નું બુલડોઝર ફેરવવાની માંગણી કરવા જવું જોઈએ અને તોડાયા વગર ઝંપી ને બેસવું જોઈએ નહિ.
Reporter: admin