ગત છઠ્ઠી માર્ચે ભાજપના સભ્ય બની આઠમીએ અધ્યક્ષ પદ સ્વીકારનાર મૂળ સંઘી જયપ્રકાશ સોનીના રાજમાં પાર્ટીના વહીવટમાં પરિવર્તનની આશા હતી. કે સ્થાયી પૂર્વેની સંકલન કે સ્થાયીના વહીવટમાં હજું કોઇ ફેરફાર થયો નથી..
હજુ પણ પક્ષમાં જૂથબંધી જારી છે. નવા પ્રમુખના અજ્ઞાનનો લાભ ઉઠાવી શનિવારે મળેલી સ્થાયી સમિતીએ ઉંચા ભાવની દરખાસ્તોને તત્કાળ મંજૂરી આપી દીધી હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં 12 કામોની દરખાસ્ત તથા એક વધારાની દરખાસ્ત મળીને કુલ 13 દરખાસ્ત કરવામાં આવી હતી જેમાંથી 11 દરખાસ્ત મંજૂર, 1 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્તને સુધારા સાથે મંજૂર કરવામાં આવી હતી. તમામ દરખાસ્તોમાં ઉંચા ભાવની દરખાસ્તોમાં રાજકમલ બિલ્ડર્સના 257 કરોડની દરખાસ્ત ફટાફટ મંજૂર કરી દેવાઇ હતી. મહત્વના કામોમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના 2 કામોમાં રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર્સને તથા ભાવિન એન્ટરપ્રાઇઝને ઉંચા ભાવે કામો પધરાવી દેવાયા છે.
વોર્ડ નંબર 16માં ડભોઇ રોડ મહાનગર નાળા બીએસયુપી આવાસોથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાના કામે રાજમકલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર્સને 12,46,62,882 રુપિયાના 11 ટકા વધુ ભાવે કામ આપવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે તો રાજકમલ બિલ્ડર્સને જ ગાજરાવાડી ખાતે 130 એમએલડી ક્ષમતાનો એસટીપી એમપીએસ બનાવાની તથા સંલગ્ન કામગિરી માટે 14.31 ટકા વધુ ભાવના 245,79,40,326 રુપિયાના કામંની દરખાસ્ત મંજૂર કરાઇ છે. આ સાથે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્ષથી માંજલપુર ગામ તવાના રસ્તે ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવા ભાવિન એન્ટ્રપ્રાઇઝને 12 ટકા વધુ ભાવે 1,01,05611 રુપિયાના કામની દરખાસ્ત મંજૂર કરાઇ છે. સાથે આજવા સરોવરમાં વોક વે અને પોન્ટુન સ્ટ્રક્ચરને રીંપેરીંગ કરવાના કામે એક્વા મશીનરીને 2,10,00,000ના 14.28 ટકાના ભાવના કામને મંજૂરી આપવાની દરખાસ્ત ફેરફાર સાથે મંજૂર કરાઇ છે.
Reporter: admin







