શહેરમાં આજથી શિવ ગૌરી વ્રતનો પ્રારંભ થયો હતો. શહેરની કુવારીકાઓ ભગવાન મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરીને પોતાની વ્રતની શરૂઆત કરી હતી.આ વ્રત દર વર્ષે માસના શુકલ પક્ષની તેરસની તિથિથી શરૂ કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. લગ્નજીવનમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે કુવારી કન્યાઓ આ વ્રત કરે છે .આ વ્રત કરનાર કુવારીકાઓને પોતાનો મનપસંદ વર મળે તેવો આશય પણ જ્યાં પાર્વતી વ્રત પાછળ રહેલો છે. ભારતીય પંચાંગ અનુસાર આજથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ છે ત્યારે શહેરની કુવારી દીકરીઓ દ્વારા આ વ્રતની શરૂઆત કરવામાં આવી છે.
હિન્દુ ધર્મ અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસમાં મહત્વ જણાવવામાં આવ્યું છે કુવારી કન્યાઓ માટે જયા પાર્વતી નું આ વ્રત ખૂબ મહત્વનું હોય છે માતા પાર્વતી અને ભગવાન શંકરના આશીર્વાદથી કુવારી કન્યાનું દાંપત્ય જીવન ખુશખુશાલ એવા આશય સાથે હિન્દૂ ધર્મની કુંવારીકા કન્યાઓ આ વ્રત કરતી હોય છે.
Reporter: