મજરા: ગુજરાતનાં નવામંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા બાદ સાંજે ખાતાઓની ફાળવણી થઇ ચુકી છે. જો કે મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યાની રાત્રે જ ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે.

સાબરકાંઠાના મજરા ગામે જૂથ અથડામણની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. 2 જૂથો વચ્ચેની બબાલમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. અનેક વાહનો સળગાવવામાં આવ્યા છે. લાકડીથી મારામારી અને પથ્થરમારો થયો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. ઈજાગ્રસ્તોને હિંમતનગરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટના અંગે વિગતે મળી માહિતી અનુસાર સાબરકાંઠાના મજરા ગામે બે જુથો વચ્ચે હિંસક અથડામણ ફાટી નિકળી હતી.
બંન્ને જુથો સામસામે આવી જતા પહેલા ઉગ્ર બોલાચાલી થઇ હતી. સમગ્ર મામલે પોલીસે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાઇ છે. જ્યાં બે જુથો દ્વારા પહેલા લાકડીઓ દ્વારા એક બીજા પર હુમલાની ઘટના બની છે. ત્યાર બાદ પથ્થરામારો ચાલુ થઇ જતા વાહનોને પણ આગચાંપી દેવાઇ હતી.
Reporter: admin







