એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાંથી અશ્લીલ વિડીયો વાયરલ: સંસ્કારી નગરીમાં હલચલ
વિદ્યાર્થીઓની અશોભનિય હરકતો સામે તપાસની માંગ: એમ.એસ.યુ. પ્રશાસન ચકાસણીમાં સંસ્કારી નગરીમાં હવે શિક્ષણ ધામને લજવતા બે વિડિયો થયા વાયરલ..
એમ.એસ.યુનિવર્સિટીમા લેક્ચર દરમિયાન યુવક યુવતીનો તથા કોલેજ પરિસરના પાર્કિગમાં અશ્લીલ હરકત સાથેના વાયરલ વિડિયો થી ચકચાર મચી જવા પામી

શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન બે અલગ અલગ શરમજનક વિડિયો વાયરલ બાદ હવે શિક્ષણધામને લજવતો વિડિયો સામે આવ્યો છે
સોમવારે બે વિડીયો વાયરલ થયા છે જેમાં શિક્ષાના ધામમાં એટલે કે એમ.એસ.યુનિવર્સિટિમા ચાલુ ક્લાસમાં એક કોલેજિયન યુવક યુવતીનો તથા અન્ય એક કોલેજ પરિસરના પાર્કિગમાં યુવક યુવતીનો અશ્લીલ હરકત કરતા વિડીયોથી સંસ્કારી નગરીમાં ચર્ચા ઉઠી છે.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીને હવે પશ્ચિમી હવા લાગી ચૂકી છે અથવાતો એમ કહી શકાય કે આજની યુવા પેઢીના માનસ પર ફિલ્મો અને સિરિયલોનો પ્રભાવ વધ્યો છે જેના કારણે તેઓ ઘણીવાર એવી હરકતો કરી બેસે છે જેના કારણે યુવા યુવતીઓના માતાપિતાને સમાજમાં શર્મસાર થવાનો વારો આવતો હોય છે. આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ગ્લેમર વર્લ્ડમાં દર્શાવાતા હકિકત થી વિપરીત કાલ્પનિક વાર્તા અને દ્રશ્યોને, કાલ્પનિક દ્રશ્યોને પોતાના મગજ પર હાવી થવા દે છે પરિણામે તેઓને પોતે કયા અવસરે,કયા સ્થળે કયા પ્રકારની હરકત કરી રહ્યા છે તેનાથી સમાજમાં શું સંદેશો જશે, પોતાના માતાપિતા,ભાઇ બહેનોને સમાજમાં મ્હોં નીચું રાખીને નિકળવું પડશે તેનું પણ ભાન રહ્યું નથી તેમ જણાય છે.
થોડા સમય પહેલાં શહેરમાં આસો સુદ શારદીય નવરાત્રિ દરમિયાન બે અલગ અલગ મોટા ગરબા મેદાનમાં જાહેર જનતાની ઉપસ્થિતિ વચ્ચે બે અલગ અલગ યુવક અને યુવતીઓનો અશ્લીલ હરકતનો રીલ માટેનો વિડિઓ વાયરલ થયો હતો જેમાં એક યુવક યુવતી સામે એડવોકેટ દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં તે યુવક અને યુવતીને પોલીસે પોલીસ સ્ટેશનમાં બોલાવી ઠપકો આપી માફીપત્ર લખાવી છોડી મૂક્યા હતા જેના પગલે થોડા દિવસ બાદ નવરાત્રિ દરમિયાન જ અન્ય એક યુવક યુવતીએ પણ આવી જ હરકત જાહેરમાં કરાતાં શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ આકરા પાણીએ જોવા મળ્યા હતા તેમણે આવી જાહેરમાં હરકત કરનારને મારવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.આજની યુવા પેઢી હિન્દુ પવિત્ર ધાર્મિક પર્વે આવી હરકત કરી પોતાના સંસ્કારોનું એક રીતે પ્રદર્શન જ કર્યું હતું ત્યારે હવે સંસ્કારી નગરી વડોદરાના શૈક્ષણિક ધામને લજવતા બે વિડિયો વાયરલ થયા છે. આ કથિત વિડીયો એમ.એસ.યુનિવર્સિટી નો હોવાનું અને ચાલુ લેક્ચર દરમિયાન યુવક યુવતીઓ ક્લાસમાં અશ્લીલ હરકત કરતા નજરે પડે છે બીજા એક વિડિયોમા કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેના કોલેજ પરિસરના પાર્કિગમાં યુવક યુવતીનો અશ્લીલ હરકત નો વિડિઓ પણ સામે આવ્યો છે તેઓ આવી હરકત કરીને અન્ય વિધ્યાર્થીઓને શું દર્શાવવા અથવા તો સંદેશો માંગે છે? તેઓ વિધ્યાના ધામમાં શિક્ષણ એટલે કે વિધ્યા ગ્રહણ કરવા આવે છે કે પછી આવી આછકલી હરકતો કરી પોતાને કયા પ્રકારના સંસ્કારો મળ્યા છે તે દર્શાવી પ્રદર્શન કરી રહ્યાં છે? જો કે આ વાયરલ વિડિયો એ યુનિવર્સિટીની તપાસનો વિષય છે પરંતુ શિક્ષણ ધામમાં આ પ્રકારની હરકત હોય તો યુવક અને યુવતીના માતાપિતાએ, યુનિવર્સિટીના સતાધીશોએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને આ અંગે યોગ્ય કાર્યવાહી પણ કરવી જોઈએ. કારણ કે શિક્ષાના ધામમાં આવી હરકત સાંખી ન લેવાય.
Reporter: admin







