પોલીસ સ્ટેશનની બાજુમાં અનૈતિક ધંધો – સતર્કતા ક્યાં ગુમ થઈ?
એમ.એસ. યુનિવર્સિટી નજીક સંસ્કારનગરની પ્રતિષ્ઠા દાવ પર
શું હપ્તારાજને કારણે સયાજીગંજ વિસ્તારમાં ખુલ્લેઆમ દેહવ્યાપાર માટે ઉભી રહેતી લલનાઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે?
શહેરના સયાજીગંજ વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે જ ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો છતાં પોલીસ અજાણ!
શહેરના સ્પા સેન્ટર, કૂટણખાના પર રેડ કરતાં હ્યુમન ટ્રાફિકિંગ શાખા, પોલીસ એમ.એસ.યુનિવર્સિટી જેવા વિદ્યાધામ નજીક રાત્રે દેહવ્યાપાર માટે ઉભી રહેતી લલનાઓ સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી?
શહેરના સયાજીગંજ વિસ્તારમાં, સયાજીગંજ પોલીસ સ્ટેશનથી માંડ 200 મીટરના અંતરે તથા સયાજીગંજ ટ્રાફિક પોલીસથી નજીક એમ.એસ.યુનિવર્સિટી નજીકના ફૂટપાથ ઉપર ખુલ્લેઆમ દેહવ્યાપાર માટે ઉભી રહેતી લલનાઓ તથા ગ્રાહકો નજરે પડે છે. પરંતુ પોલીસની નજર પડતી નથી ! રોજ રાત્રે અહીં ખુલ્લેઆમ રોડ પર આ નજારો જોઇ બહારથી આવતા રેલવે સ્ટેશન થી લોકો આ નજારો જોઇ સંસ્કારી નગરી વડોદરાની શું છાપ મનમાં અંકિત કરે છે તેનું પોલીસે તથા સમાજના લોકોએ ધ્યાન રાખવું જોઈએ.શહેરમાં ઘણી વખત સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહવ્યાપાર પર તથા સોસાયટીમાં કે અન્ય સ્થળોએ ચાલતા ખાનગી કૂટણખાના પર હ્યુમન ટ્રાફિકિંગ શાખા અને પોલીસ દ્વારા છાપો મારી કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ શહેરનાં સયાજીગંજ વિસ્તારમાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. શહેરનાં સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે માંડ 200 મીટરના અંતરે એમ.એસ.યુનિવર્સિટીના ગેટ નજીક ફૂટપાથ પર રોજ રાત થતાંની સાથે જ દેહવ્યાપાર માટે લલનાઓ ઉભી થઇ જાય છે અને પછી અહીં શરુ થાય છે કોલેજિયન યુવકો,, ઓટો રિક્ષા તથા અન્ય વાહનો પર આવતા લોકો સાથે દેહવ્યાપાર માટે ખુલ્લેઆમ સોદાબાજી, સોદાબાજી કમ્પલીટ થતાં જ રૂપલનાઓ ગ્રાહકના વાહન પર બેસી સયાજીગંજ વિસ્તારમાં આવેલી લોજ અને કેટલીક હોટલમાં કલાક દીઠ ભાડેથી લઇ અહીં દેહવ્યાપાર કરવામાં આવી રહ્યો છે.
એક તરફ વડોદરા એ સંસ્કારી નગરી, કલાનગરી તરીકે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. તેમાંય એક સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પણ જગવિખ્યાત રહી છે. દરરોજ બહારથી ઘણા લોકો વડોદરાના મહેમાન બનતા હોય છે. સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન તથા બસસ્ટેશન, સિટી બસ સ્ટેશન નજીક આવેલા છે. જ્યાંથી દરરોજ બહાર અન્ય રાજ્યો અને શહેરોમાંથી આવતા હોય છે મોડી રાત્રે પણ ટ્રેનો અને બસમાં લોકો આવે છે અને હાલમાં દિવાળીના તહેવારો છે ત્યારે વેકેશન દરમિયાન લોકો પરિવાર સાથે અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. ત્યારે આ લોકો જેઓ વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખે છે તેઓ સ્ટેશનથી થોડા અંતરે ખુલ્લેઆમ દેહવ્યાપાર માટે ઉભી રહેતી લલનાઓ અને તેઓ સાથે સોદાબાજી કરતા લોકોના દ્રશ્યોને જોઇને મનમાં કેવી છાપ લઇને જતા હશે તે બાબતે પણ સયાજીગંજ પોલીસ અને સમાજના લોકોએ વિચારવાની જરૂર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીં દરરોજ રૂપલલનાઓ બદલાતી રહે છે. કારણ કે તેઓના આપસી સહમતી સાથે અલગ અલગ વારાઓ છે જે મુજબ તેઓના રોટેશન અહીં ચાલતા રહે છે. અહીં બહારથી આવેલ રૂપલલનાઓ સાથે સાથે ઘણીવાર કોલેજની પણ કેટલીક યુવતીઓ જેઓ બહારથી હોસ્ટેલો અથવા તો પેઇંગ ગેસ્ટ તરીકે એકલા રહે છે તેમાંથી પણ યુવતીઓ આ ખરાબ ધંધાનો હિસ્સો બની છે. અહીં રૂપલલનાઓ ના દલાલો પણ સક્રિય હોય છે જેઓ કોઇ નશાની હાલતમાં આવેલ તત્વો હોય કે પછી પૈસાની આનાકાની, મારપીટ જેવી બાબતો તેઓ સંભાળે છે. રાત્રે દસ વાગતાં જ અહીં રૂપલલનાઓ ઉભી થઇ જાય છે અને જો પોલીસ કે વધારે કંઇક આશંકા જણાય તો એમ.એસ.યુ.ના કંપાઉન્ડ પાસેના ફૂટપાથ પર છૂટક ઉભા રહે છે અથવા તો રિક્ષા કે સાધનની રાહ જોતા હોય તેવો ડોળ કરે છે. જેમ જેમ રાત વિતે છે તેમ તેમ આ સંખ્યામાં વધારો જોવા મળે છે. ઘણા યુવકો ફોર વ્હીલર લઇને આવે છે અને ખુલ્લેઆમ યુનિવર્સિટીના બંધ ગેટ સામે કારમાં જ શરીરસુખ માણતાં હોય છે. ઘણી વખત સામેના કોમ્પલેક્ષ માં મોડી રાત્રે દુકાનો ઓફિસો બંધ થઇ જતાં અવાવરૂ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેશન પાસે રાત્રે ઉભી રહેતી સિટી બસનો પણ આ રૂપલલનાઓ અને ગ્રાહકો દૂરપયોગ કરે છે. અહીં જૂના સિટી બસ સ્ટેશન પાસે જાહેર શૌચાલયમાં પુરુષ વેશ્યાઓના પણ ગોરખ ધંધા રાત પડે શરું થઈ જાય છે.
શહેરના સામાન્ય વ્યક્તિને પણ આ બધું નજરે પડે છે પરંતુ સામે જ સયાજીગંજ પોલીસ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં જોવા મળે છે. જેની પાછળનું કારણ પણ લોકો સમજી શકે છે.
દરરોજ રાત પડે રાત રંગીન માટેના શોખિનોના આંટાફેરા કાલાઘોડાથી ડેરીડેન સર્કલ, કડક બજાર, એમ.એસ.યુ.થી માંડીને પારસી અગિયારી વિસ્તારના પાછળના ભાગે શરુ થઇ જાય છે. આ સિલસિલો રાત્રે 10 થી મોડી રાત્રે અઢી તથા ઘણીવાર ચાર વાગ્યા સુધી ચાલતો હોય છે. શહેરનાં સારા પરિવારોનાં યુવકો પણ આ રવાડે ચઢ્યા છે. યુવાપેઢી રોગનો ભોગ બની શકે છે, બહારથી આવતા લોકો સંસ્કારી નગરીની ખુલ્લેઆમ આ હરકતો જોઇ શું ધારણા બાંધતા હશે તે બાબતે સયાજીગંજ પોલીસે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જાહેર ન્યૂસન્સને અટકાવવા જરુરી પગલાં લેવા જોઈએ.
Reporter: admin







