News Portal...

Breaking News :

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓના ગામડાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે: ગિરિરાજ સિંહ

2024-07-27 18:30:41
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓના ગામડાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે: ગિરિરાજ સિંહ


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીને લઈને ભાજપના બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે મમતા બેનરજી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ તેમના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. 


ગિરિરાજ સિંહે મમતા સરકારને ઘેરતા કહ્યું હતું કે , ‘જિન્નાના અનુયાયી સોહરાબર્દીએ 1946માં ‘ડાયરેક્ટ એક્શન ડે’ પર બંગાળમાં લગભગ 30,000 હિંદુઓનો નરસંહાર કર્યો હતો. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, ગોપાલ પઠાએ હિંદુઓને સંગઠિત કર્યા હતા અને નરસંહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો આજે બંગાળમાં ગોપાલ પઠા જેવા લોકો ઉભા નહીં થાય તો હિન્દુઓએ પશ્ચિમ બંગાળ ખાલી કરવું પડશે. આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ તેમના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે.


આ પહેલા ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ એવો દાવો કર્યો હતો કે ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના સંથાલ પરગણાના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે મુસ્લિમ વસ્તી વધી રહી છે, જેના કારણે હિન્દુ ગામ ખાલી થઈ રહ્યા છે. નિશિકાંત દુબેએ લોકસભામાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું રેકોર્ડ પર કહી રહ્યો છું કે હિન્દુઓના ગામડાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે. જો હું કહું છું તે ખોટું નીકળશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.

Reporter: admin

Related Post