મુંબઈ : સોશિયલ મીડિયા પર ગેટવે ઓફ ઈન્ડિયા સામે એક યુવતીનો ટોવેલ પહેરીને યુવતીનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો હતો.
આ વીડિયો જોઈને નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. હવે બીજી એક યુવતીએ મુંબઈની ઓળખ સમાન આઈકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર એવી હરકત કરી હતી જે જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી લગ્ન માટે મુરતિયો જોઈએ પ્લેકાર્ડ લઈને ફરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આજકાલ લગ્ન માટે છોકરો શોધવો ખૂબ જ સરળ થઈ ગયું છે કારણ કે ઢગલો મેટ્રિમોનિયલ સાઈટ્સ છે, બીજા પ્લેટફોર્મ્સ છે જ્યાં તમે સરળતાથી પાર્ટનર શોધી શકો છો. પરંતુ ક્યારેય આ રીતે રસ્તા પર પ્લેકાર્ડ લઈને પાર્ટનર શોધવા નીકળેલા કોઈને જોયા છે ખરા?જો આ સવાલનો જવાબ નામાં હોય તો તમારે એક વખત તો ચોક્કસ જ આ વાઈરલ વીડિયો જોવો જોઈએ. આ યુવતી પોતાના માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધી રહી છે. તેણે મોટા પ્લેકાર્ડ પર પોતાનો બાયોડેટા છપાવ્યો છે અને મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર તે આ પ્લેકાર્ડ લઈને ઊભી છે.ઈન્સ્ટાગ્રામ યુઝર સાયલી સાવંત 29 વર્ષની છે અને તે મુંબઈની જ રહેવાસી છે. હાલમાં જ તે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લગ્ન માટે મુરતિયો જોયો છે એવું પ્લેકાર્ડ લઈને ફરી રહ્યો છે. આ જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા તો કેટલાક લોકો તેને આશ્ચર્યચકિત થઈને જોતા રહ્યા છે. સાયલી એક કન્ટેન્ટ ક્રિયેટર હતા અને તેણે લોકોના રિએક્શન જોવા માટે બસ આ બાયોડેટા લઈને વીડિયો બનાવ્યો હતો.
Reporter: admin