હરિદ્વાર : ગુજરાતનાં તાપી જિલ્લાનાં રહેવાસી વિપુલ ભાઈ પવાર તેના પરિવાર સાથે હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવ્યા હતા.
બુધવારે તેઓ પરમાર્થ ઘાટ નજીક સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વિપુલભાઈની 13 વર્ષીય પુત્રી પ્રત્યુષા અને 6 વર્ષીય પુત્ર દર્શ ગંગા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બાળકોને તણાતાં જોઈને પરિવાર તેમજ ઘાટ પર હાજર શ્રદ્ધાળુઓએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.
બંને ગુમ થયા હતા.પોલીસે બંને બાળકોને બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાંની સાથે જ સપ્તર્ષિ ચોકીના ઈન્ચાર્જ આશિષ નેગી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડા સમય બાદ બંને માસૂમ બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Reporter: admin