News Portal...

Breaking News :

ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુ દ્વારા દર્શન કર્યા

2024-12-26 13:28:45
ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુ દ્વારા દર્શન કર્યા


એન્કર: ગુરુ નાનક દેવજી ગુરુદ્વારા બરદૌલી ખાતે શહીદ થયેલા શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર સાહેબઝાદોને શ્રદ્ધાંજલિ રૂપે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ આજે દેશભરમાં આજે દ્વિતીય બાલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.  


વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને  ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું છે. નવી પેઢીને બાલ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તરસાલી સ્થિત સાઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી.


માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ , મ.ન.પા.ના. બીજેપીના નેતા મનોજ પટેલ,દંડક શૈલેષ પાટીલ, સહિતના અગ્રણીઓઓ જોડાયા હતા શિક્ષણ  સમિતિની શાળાના બાળકો મોટો સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા.આપણા સાહિબજાદોનું જીવન, તેમનું જીવન જ સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચે, તેઓ તેમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે બાળદિનની ઉજવણી કરાઈ રહી છે.ત્યાર બાદ ગુરુદ્વારા ખાતે સાહિબજાદોના ચરણોમાં નમન કરતા  શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાહિબજાદોનાને લગતું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી.

Reporter: admin

Related Post