વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યુ હતુ.આ કૃત્રિમ તળાવ સૂકાઈ ગયુ હતુ.
જેમા પીઓપીના કચરામાં કાચબો ફસાયો હોવાનો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટને મળતા તેમની ટીમ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પહોચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે આવેલ કૃત્રિમ તળાવ આવેલુ છે.આ કૃત્રિમ તળાવ સાવ સૂકાઇ ગયુ હતુ.
આ કૃત્રિમ તળાવમાં પીઓપીનો અસંખ્ય કચરો હોવાથી ફસાયો હતો. મહાકાય કાચબો ફસાયો હોવાનો કોલ મળતા વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ ધટના સ્થળે આવીને મહાકાય કાચબાનું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ મહાકાય કાચબાનું વજન આશરે 150 કિલોથી વધુ હતુ. અભિષેક તથા તેમની ટીમે મહાકાય કાચબાને વિશ્વામિત્રી નદીમાં સુરક્ષિત રીતે રીલીઝ કરવામાં આવ્યો હતો.
Reporter: admin