મેથી પાપડનું શાક બનાવવા માટેની સામગ્રીમાં 100 ગ્રામ મેથી, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, 3 ચમચી ગોળ, એલ ચમચી ધાણાજીરું, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી લીબુંનો રસ જરૂરી છે.
મેથીને અડધો કલાક પલાળી, પાણી સાથે બાફવા મુકવી. ગેસ પર એક વાસણમાં તેલ મૂકી, હળદર - મરચું ઉમેરી મેથી વઘારવી. કડવાશ ન ગમે to પાણી કાઢી બીજું પાણી ઉમેરી લેવું. મીઠુ અને ગોળ ઉમેરવો.
પાણી ઉકળે એટલે તેમાં પાપડના ટુકડા કરીને નાખવા. ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરવા. ખટાશ માટે લીબુંનો રસ ઉમેરવો. માત્ર થોડા સમયના મેથી પાપડનું શાક તૈયાર થઇ જશે.
Reporter: admin