ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફૂલ બજારમાંથી વોર્ડ ઓફિસરની ટીમે ફૂલોનો જથ્થો જપ્ત કર્યો છે.
રોડ પર વેપાર કરવા વહેલી સવારથી વિવિધ ગામેથી ફૂલોનો વેપાર કરવા ખેડૂતો આવે છે.દબાણની કામગીરી દરમિયાન પણ વોર્ડ ઓફિસરની વાલા દવલાની નીતિ સામે આવી છે.
કોર્પોરેશન કચેરીની ફૂટપાથ પર બેસતા ફ્રુટના વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા સુચના અપાઈ છે, માત્ર ફૂલ બજારને જ નિશાન બનાવવામાં આવ્યું છે.બે ફૂલોના જથ્થો ભરેલી ઇકો કાર અને એક ફ્રુટની લારી કરી કબજે કરી છે.
Reporter: admin