મુંબઈઃ કપૂર પરિવારમાં દર વર્ષે ક્રિસમસના તહેવાર વખતે લંચનું આયોજન કરવામાં આવે છે. જેમાં આખો કપૂર પરિવાર ભેગો થાય છે.
આ લંચ માટે રણબીર કપૂર દીકરી રાહા અને આલિયા સાથે પહોંચ્યા હતા. રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ અને દીકરીની તસવીરો વાયરલ થઈ રહી છે. ફોટામાં ત્રણેય ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.ત્રણેએ પાપારાઝી માટે પોઝ આપ્યો.
પિતા રણબીરની સાથે રાહાએ પણ બધાને હેલો કરવા કહ્યું હતું. આટલું જ નહીં રાહાએ પાપારાઝીને ફ્લાઈંગ કિસ પણ આપી હતી. પરંતુ જ્યારે રણબીર રાહાને પોતાના ખોળામાંથી ફોટા માટે ઉતારી રહ્યો હતો ત્યારે તે નીચે ઉતરી નહોતી. તેના બદલે તે પપ્પાને વળગી પડી.
Reporter: admin