News Portal...

Breaking News :

હાઇવે વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો

2024-11-26 09:30:46
હાઇવે વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો


વડોદરા : શહેર પાસેથી પસાર થતાં હાઇ-વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. 


ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે ટ્રક અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સર્જાતા કન્ટેનરનો ડ્રાઇવરની વિગતો ફાયર વિભાગની મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો હતો વડોદરા નજીકથી પસાર થતા હાઇ-વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. 


બે દિવસ અગાઉ જ એક કાર પર કન્ટેનર પડતા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આજે ફરી એકવાર વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં બે કન્ટેનર અને એક બ્રિઝા કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનરચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

Reporter: admin

Related Post