શહેરમાં પોલીસની રહેમનજર હેઠળ બિન્ધાસ્ત દારુ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. શહેરના નંદેસરી વિસ્તારમાં રામગઢ વાડીયા વગામાં નામચીન દેવા દારુવાળા દ્વારા ચલાવાતા જુગારધામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેતરમાં શેડ બનાવીને બિન્ધાસ્ત લોકોને બોલાવીને ત્યાં જુગાર રમાડવામાં આવે છે. નંદેસરીનો દેવો અને ધુંગો આ જુગારધામ ચલાવતા હોવાનું અને સ્થાનિક પોલીસના કેટલાક કર્મચારીઓ સાથે બંનેની મીલિભગત હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં દેવાના જુગારધામનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિક પોલીસ હવે દેવાના જુગારધામ વિશે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહે છે.


Reporter:







