ગોપાલે BJPના કિરીટ પટેલ સામે ચૂંટણી લડી અને 75,942 મત પ્રાપ્ત કરી 17,554 મતે વધારો સાથે વિજેતા રહ્યા હતા.

ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. જેમાંથી ગોપાલ ઈટાલિયાએ બુધવારે (16 જુલાઈ) ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ઈટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા.

Reporter: admin







