કવાંટ : ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે.
ત્યારે છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવ્યો હતો.