વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે

ઘટના અંગે વાઘોડિયા પોલીસે હાલ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી પરંતુ વાયરલ વીડિયોમાં એક વિદ્યાર્થી જમીન પર ઢડી પડ્યા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવાય છે.વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શૈક્ષણિક હબ ગણવામાં આવે છે. વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે. જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન,એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ વચ્ચે ગત સાંજે જાહેરમાં છુટા હાથની મારામારી થયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાનું એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જો કે આજ સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘટનાને લઈને દહેશતનો માહોલ છે. મારામારી કયા કારણોસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી.


Reporter:







