અમદાવાદ : સાણંદ ખાતે ગ્લેડ વન રિસોર્ટમાં ગઈકાલે રાતે પોલીસની આખી ટીમ ત્રાટકી હતી. અહીં બાતમી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે. જોકે આ બાતમી સાચી પડતાં પોલીસે લગભગ 100 જેટલા લોકોને પકડી પાડ્યા હતા. જેમાં ઘણાં લોકો હાઇપ્રોફાઈલ સામેલ હોવાની જાણકારી મળી રહી છે.

એવી માહિતી છે કે પોલીસે લગભગ 26 યુવતીને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી જ્યારે બાકીના યુવાનોના મેડિકલ ટેસ્ટ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે 100 જેટલા યુવક-યુવતીઓે સાણંદથી લગભગ 8 થી 9 કિ.મી. દૂર ગ્લેડ વન નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.
અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં પોલીસની ટીમ ત્રાટકતાં અફરા તફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં ઘણાં લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં તમામને પોલીસની ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
Reporter: admin







