મુંબઈ : બોલિવૂડના પીઢ એક્ટર ધર્મેન્દ્રને 10 દિવસ પહેલાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તેમની તબિયત ગંભીર થઈ ગઈ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે તેમની સ્થિતિને લઈ હાલમાં કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. પરંતુ ડૉક્ટરોના મતે, ધર્મેન્દ્ર માટે આગામી 72 કલાક ખૂબ જ મુશ્કેલ છે.દિવ્ય ભાસ્કર સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્રના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે, તેમની બંને દીકરીને USAથી બોલાવવામાં આવી હોવાના સમાચાર છે.
31 ઓક્ટોબરે રાતે એડમિટ કરવામાં આવ્યા ધર્મેદ્રની તબિયત લથડતાં તેમને 31 ઓક્ટોબરના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે તેમના નજીકનાં પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રને માત્ર નિયમિત તપાસ અને વય સંબંધિત સ્વાસ્થ્યની કાળજી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Reporter: admin







