ગુરૂગ્રામ: હરિયાણાના ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને ગોળી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાય છે. ફાયરિંગની ઘટના મામલે પોલીસે બે સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગઈકાલે શનિવારે (8 નવેમ્બર) રાત્રે સેક્ટર 48માં એક કિશોરને ગોળી વાગી હોવાની જાણકારી મળી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સદર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઈજાગ્રસ્ત કિશોરને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસ અને FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતી વખતે એક પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવી હતી. વધુમાં રૂમની અંદરના એક બોક્સમાંથી એક મેગેઝિન અને 65 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
Reporter: admin







