વડોદરા : મહા નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૪માં આવેલ ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાંસની કામગીરીને લઈ શાકભાજી વેચતાં અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાંસની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે પરંતુ આ કાંસ ની કામગીરી ગોકળ ગતિ એ ચાલતા શાકભાજી વેદનારા વેપારીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ખુલ્લી કાંસની ગટરો જોવા મળી રહી છે

પાલિકા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે. ત્યારે બાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ના કરાવતા આજે શાકભાજીના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.



Reporter: admin







