વડોદરા: ગત વર્ષે વિશ્વામીત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે માટીનું ધોવાણ પણ પુષ્કળ પ્રમાણમાં થયું હતું જેથી ચેનલોમાં સ્લજિંગ એટલે માટી ચોટી ગઈ હતી જેથી પાણી ડ્રેન થવામાં તકલીફ થઈ હતી અને વોટર લોગીંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી .

આજ પરિસ્થિતિને અટકાવવા માટે વિશ્વામિત્રી તટવી વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકાના નવતર પ્રયોગના ભાગરૂપે વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે આજ સુધી વધુ છોડના રોપાઓ વાવામાં આવ્યા છે. વેટીવર ગ્રાસ ની વિશેષતા ની વાત કરીએ તો આ સોઇલ એરોઝન અટકાવે છે એટલે માટીનું ધોવાણ અટકાવે છે અનામૂલ્યાં વર્ટીકલ હોવાથી જમીનમાં ચાર મીટર જેટલા અંદર જાય છે માટીના ઈમ્પુર તત્વો જેમ સોલિડમેટલ્સ, ફોસ્ફરસને આના મૂળિયા એપ્સર્બ કરી લે છે, જેથી જમીનને કોઈપણ નુકસાન થતી નથી તથા લેન્ડ ફર્ટિલ બને છે. આ પ્રયોગના કારણે વિશ્વામિત્રી નદીના પટ વિસ્તારમાં માટીનું ધોવાણ એક હદ સુધી ઓછું થશે.

જેથી માટી વરસાદના સમયે પાણીમાં મિશ્રિત ન થાય વરસાદી કાસમા ચોંટે નહીં જેથી પાણી સહેલાઈથી કાચના માધ્યમથી બહાર નીકળી જાય અને વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ ન રહે. સમગ્ર કામગીરીને નિહાળવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત વડોદરા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ વિશે ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરીની સાથે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે કામગીરી 90 થી 95% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ વેટીવર ગ્રાસ ની કામગીરી ખૂબ જ ઉપયોગી નિવડશે પણ જણાવવામાં આવ્યું હતું.






Reporter: admin