News Portal...

Breaking News :

કમાટીબાગ એમફી થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું

2025-06-02 13:08:57
કમાટીબાગ એમફી  થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું


વડોદરા શહેરમાં કમાટીબાગ એમપી થિયેટર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરી અને બરોડા ડીસ્ટ્રીક કલ્ચર એસોસિએશન દ્વારા કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પર્ફોર્મન્સ કરવામાં આવ્યા હતાબાળકો અને વડોદરા શહેરના કલાકારો દ્વારા દાખલો ગરબા કુચીપુડી પેટ્રોટીક સોંગ અને ભવાઈ જેવા મંત્રમુગ્ થઈ શકે તેવા પર્ફોર્મન્સ દેખાડવામાં આવ્યા હતા. 



કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કેતુલ મહેરીયા ડેવલોપમેન્ટ ઓફિસર ડોક્ટર અર્જુનસિંહ મકવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશન શ્રી વિજય પંચાલ, યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, વડોદરા ની તમામ એકેડેમી ના સંચાલકો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . આ કલ્ચરલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પર્ફોર્મન્સ કરવામાં આવ્યા હતાડોક્ટર અર્જુનસિંહ મકવાણા સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોથી આવનાર કલાકારોને ખૂબ સન્માન અને પુરસ્કાર મળતા હતા તેઓને પોતાની કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા રાજ્યમાં ખૂબ સારી વ્યવસ્થા કરી હતી 


આ વારસાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરમાં રહેલ આવા કલાકારોની હોય છે તેઓને યોગ્ય પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી મળી શકે અને આવનારા દિવસોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના જાહેર સ્થળોએ થાય જેથી કરીને લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રત્યે રુચિ વધે અને આ વારસો આપણે સાંસ્કૃતિક નગરી તરીકે બચાવી શકીએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવા થિયેટરો અને કાર્યક્રમો થઈ શકે તેવી જગ્યાઓ પણ વધુને વધુ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. વડોદરા શહેરમાં કમાટીબાગ સિવાય બીજા ત્રણ ભાગમાં પણ આવા એમફી થિયેટર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે તેવી માંગ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને કરવામાં આવી હતી એમ દીપક શાહે જણાવ્યું હતું

Reporter: admin

Related Post