News Portal...

Breaking News :

શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો રીંગણાના ભાવ પણ આસમાને પહોંચ્યા

2025-11-25 11:06:33
શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો રીંગણાના ભાવ પણ આસમાને પહોંચ્યા



વડોદરા : વિધિવત રીતના શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે સવારના સમયે ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે 


ખાસ કરીને શાકભાજીની વાત કરવામાં આવે તો શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઓછા જોવા મળતા હોય છે કારણ કે શિયાળાની સિઝનમાં નવા શાકભાજી આવતા હોય છે ખાસ કરીને રીંગણ, મેથી, ધાણા, વટાણા, લસણ, મરચાં સહિતના જે શાકભાજીઓ છે તેમના ભાવ તળિયે જતા હોય છે પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે શિયાળામાં રીંગણનું ભડથું બનાવવાનું ટ્રેન્ડ હોય છે ત્યારે આ વર્ષે રીંગણાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 


શાકભાજીના ભાવ સામાન્ય કરતાં 30 ટકા જેટલો વધારે રહેતા ગૃહિણીઓ પરેશાન જોવા મળી રહી છે ગૃહિણીઓ અને શાકભાજીની ખરીદી કરવા આવતા લોકોએ vtv સમક્ષ જણાવ્યું હતું કે સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તું હોય છે પરંતુ અમે ખાસ શાકભાજી લેવા આવ્યા છે તો મોંઘુ જોવા મળી રહ્યું છે રીંગણા 100 થી 110 રૂપિયા મળી રહ્યા છે તો લસણ કોથમીર ધાણા આદુ સહિતના પણ શાકભાજીના ભાવ વધારે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે અમે જે બજેટ નક્કી કર્યું હોય છે તે આ શાકભાજીના કારણે ખોરવાઈ જાય છે, સામાન્ય રીતે અઠવાડિયાનું શાકભાજી જેટલા રૂપિયામાં આવતું હતું તેનાથી બમણા રૂપિયા હાલ લોકોને ખર્ચવા પડી રહ્યા છે.વઢવાણી મરચાનો ભાવ પ્રતિકિલો 300થી 400 રૂપિયા પહોંચ્યો છે, તો રિંગણ 120 થી 150 રૂપિયા પ્રતિકિલો મળી રહ્યા છે.. ધાણા 70 રૂપિયે કિલો છે, મેથી પણ 70 રૂપિયે કિલો મળી રહી છે. ટામેટા 90થી 100 રૂપિયે કિલો મળી રહ્યા છે તો લીલુ લસણ 150 રૂપિયે કિલો મળી રહ્યું છે.


Reporter: admin

Related Post