વડોદરા:વારસિયામાં જુગાર રમતી ૧૫ મહિલાઓેને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વારસિયા સિન્ધુ પાર્ક સોસાયટીમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી વારસિયા પોલીસને મળી હતી. પોલીસે ઉપરોક્ત સ્થળે મહિલા સ્ટાફને હાજર રાખી રેડ કરતા ૧૫ મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ ગઇ હતી.પોલીસે રોકડા ૨૭,૫૫૦, ૧૩ મોબાઇલ કબજે કર્યા છે.
પકડાયેલી મહિલાઓમાં (૧) નીકીબેન હરેશકુમાર મનવાણી (રહે. સિન્ધુ પાર્ક સોસાયટી) (૨) રાજકુમારી વિષ્ણુભાઇ ઝાઝાની (રહે. જે.પી. ફ્લેટ, વારસિયા) (૩) ચંદાબેન પ્રકાશભાઇ ટોચવાની (રહે.વાસવાણી કોલોની, વારસિયા) (૪) હેમાબેન દિલીપભાઇ ચિમનાની (રહે. જૂના આર.ટી.ઓ. સામે, વારસિયા) (૫) રોશની કુમારભાઇ સચદેવ (રહે. હરિધામ સોસાયટી, ખોડિયાર નગર) (૬) વિનાબેન ઓમપ્રકાશ સલુજા (રહે. ગીતા મંદિર સોસાયટી ઠેકરનાથ મંદિર પાસે) (૭) રાશી મનિષકુમાર તોલાણી (રહે. એસ.કે.કોલોની, વારસિયા) (૮)રેખા નરેન્દ્રભાઇ નાનકાણી (રહે. વારસિયા કોટ વિસ્તાર) (૯) નિશા હરિકિશનભાઇ વસનાની (રહે. પામકોર કોમ્પલેક્સ, પ્રતાપ નગર) (૧૦) ચંપાબેન પ્રકાશભાઇ હરચંદાની (રહે.દાદા શ્યામ ફ્લેટ, વારસિયા) (૧૧) રેશ્માબેન રાજેશભાઇ પુરુષવાણી (રહે. હરિહર એપાર્ટમેન્ટ, વારસિયા) (૧૨) રૃકમણીબેન કુંદનલાલ વાકવાની (રહે. કમલ પાર્ક સોસાયટી, વારસિયા) (૧૩) લતા સુભાષભાઇ લાલવાની (રહે. હરિહર એપાર્ટમેન્ટ) (૧૪) કોમલબેન ગુલાબભાઇ નાગપાલ (રહે. દાજી નગર, વારસિયા) તથા (૧૫) ચાંદની નરેશકુમાર મલાની (રહે. એસ.કે.કોલોની, વારસિયા) નો સમાવેશ થાય છે.
Reporter: admin







