News Portal...

Breaking News :

ગરબાનાં આયોજન સાથે વિવિધ ખાણી-પીણીનાં સ્ટોલ ધારકોએ FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવી લેવું

2024-09-25 14:36:05
ગરબાનાં આયોજન સાથે વિવિધ ખાણી-પીણીનાં સ્ટોલ ધારકોએ FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવી લેવું


વડોદરા : મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા શહેર વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહે૨માં વિવિધ જગ્યાએ ગરબાનાં આયોજન સાથે વીવિધ ખાણી-પીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. 


ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફુડ સ્ટોલ ધારકોએ પણ નીયમ મુજબ FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવવાનું હોય છે. આથી વડોદરા શહેરનાં તમામ ગરબા આયોજકોને સુચીત ક૨વામાં આવે છે કે, જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવી લેવાનાં રહેશે. અન્યથા સ્ટોલ ધારકો તેમજ ગરબા આયોજકની સામે કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે કાયદેસ૨ની કાર્યવાહી ક૨વામાં આવશે. જે માટે www. foscos.fssai.gov. ઇન્વિટેશન પર કાર્યવાહી કરી FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી લેવા તમામ ફુડ સ્ટોલ ધારકોને સુચીત ક૨વામાં આવે છે. 


આ બાબતે કોઈ પણ તકલીફ પડે તો ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રીની કચેરી, રૂમ નં- 09 ગ્રાઉન્ડ ફ્લોર, જુના રસીકરણ વિભાગની સામે, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ,રાજમહેલ રોડ,વડોદરા મહાનગરપાલિકા નો સંપર્ક ક૨વાનો રહેશે.ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો દ્વારા નવરાત્રી દરમ્યાન દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઇ, જે તે ગરબાનાં ફુડ સ્ટોલ દ્વારા FSSAI લાયસન્સ/૨જીસ્ટ્રેશન મેળવેલ નહી હોય તેમજ ફુડ સ્ટોલની અંદર તેમજ ફુડ બનાવવાની જગ્યાએ શીડયુલ-૪ મુજબ સ્વચ્છતા જાળવવામાં નહી આવે તો તેની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવશે. જેની તમામ ગરબા આયોજકોએ નોંધ લેવી.વધુમાં ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલા બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ ખોટી રીતે તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત ન ક૨વા પણ સુચનાં આપવામાં આવે છે. અન્યથા તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડની કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવશે.

Reporter: admin

Related Post