વડોદરા : સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ સહાય વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો.
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસ.વી.વી.પી વડોદરા દ્વારા બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનો આયોજન પોલો ગ્રાઉન્ડ આવેલા લાડ ભવન ખાતે કરવામાં આવ્યો હતો. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો દ્વારા ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે કેક કાપી તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, ઘરવખરી નો સામાન, અભ્યાસ માટે જરૂરિયાત મંદ લોકો માટે પુસ્તકો તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો, આયુષ્માન કાર્ડ અને વય વંદના કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું તથા વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસની અનોખી ઉજવણી વિવિધ સહાય વિતરણ સાથે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ તથા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજય શાહ,વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ મ્યુનિસિપલ કાઉન્સિલર જેલમબેન ચોકસી, મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા, મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ, મ્યુનિસિપલ કાઉન્સિલર ધર્મેશ પટની તથા વોર્ડ 13 ના સંગઠનના પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin