ગળતેશ્વર તાલુકાના થર્મલ વણાકબોરી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા બાળ વિકાસ પર્વની ઉજવણી રૂપ બે દિવસ માટે બાળકોના પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું છે.
થર્મલ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલ શ્રી બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વણાકબોરી ક્ષેત્રમાંથી ૯૦ જેટલા બાળકોને બે દિવસ અધ્યાત્મિક જ્ઞાન મળે તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઢડા સારંગપુર થઈ પાછા થર્મલ પાવર સ્ટેશન પરત ફરશે.
હાલના મોબાઈલ તેમજ ટીવીના યુગમાં બાળકોને સારા સંસ્કાર થી દૂર ન રહે તે માટે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બે દિવસ બાળકોને પ્રવાસ અર્થે સારંગપુર તેમજ ગઢડા મુકામે લઈ જઈ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો દ્વારા હાલના યુગના બાળકોને ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે જેમાં બાળકોને પ્રવાસ ની સાથે સાથે મોજ મસ્તી તેમજ જ્ઞાન ઉપલબ્ધ થતું હોય છે.
રિપોર્ટર : પ્રજ્ઞેશ પટેલ
Reporter: News Plus