News Portal...

Breaking News :

પાલિકા તંત્ર એ 5 દિવસે નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી

2024-05-31 22:46:27
પાલિકા તંત્ર એ 5 દિવસે નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી





 


વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાંચમા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીની સુવિધામાં કચાશ જણાતા કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષમાં 160 જેટલી નાની મોટી દુકાનો, ઓફિસ અને ક્લાસીસી આવેલા છે. 
રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ મોટા પાયે ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારના રોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તપાસ હાથ ધરતા આ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે કોમ્પલેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્ષમાં દુકાનો, કોમર્શિયલ ઓફિસો, ટ્યુશન ક્લાસીસ સહીત 180 જેટલા યુનિટ આવેલા છે જેઓને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં મોટા પાયે કામગીરી ચાલી રહી છે. જે નિયમિત થાય તે જરૂરી છે.
બોક્સ : તો મરીમાતાના ખાંચામાં પણ પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
 તો મરીમાતાના ખાંચામાં પણ પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સંકલ્પ ફ્લેટ અને રાજમહેલ રોડ પર આવેલ વ્રજ સિદ્ધિ ટાવરમાં તપાસ હાથ ધરતા ફાયર સેફટીના સાધનો પૂરતા મળી આવ્યા ન હતા. જેના કારણે  તમામ દુકાનોના લાઈટ ના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. સંકલ્પ ફ્લેટમાં 60 જેટલા દુકાનોમાં અને રાજમહેલ રોડ સિદ્ધિ ટાવરમાં 150 કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. શહેરના અન્ય વિસ્તારમાં પણ ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.








પાલિકા તંત્ર એ 5 દિવસે નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી 



  મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો, શાળાઓ, ટ્યુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાઠે, મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ/ ઇલેકટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 9 ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા વિવિધ ૪ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.


જેમાં ઉત્તર ઝોનમાં કુલ ૧૧૫ સ્થળો પર તપાસ કરી કુલ ૧૧૫ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. કુલ ૧૫૩ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં કુલ ૨૮ સ્થળોની તપાસ કરી ૨૫ સંસ્થાને નોટીસ આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં કુલ ૧૩ સ્થળોની તપાસ કરી ૦૫ નોટીસ આપવામાં આવી છે અને ૦૫ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં કુલ ૧૧ સ્થળો પર ૨૦૨ મિલ્કતોની તપાસ કરી કુલ ૦૩ નોટીસ આપવામાં આવી છે, કુલ ૧૯૮ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી.
આમ ચારે ઝોનમાં મળી કુલ ૩૫૮ સ્થળોની તપારા કરી કુલ ૧૧૪ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે કુલ ૩૧૬ એકમોનેને સીલ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા ધ્વારા પણ ૧૭ એકમોની તપાસ કરી કૂલ ૨૪ એકમોને સીલ કરવામાં આવ્યા હતા













માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષના 160 યુનિટ સીલ કરવામાં આવ્યા -
ફાયર સેફટીની સુવિધાના અભાવે દુકાનો, ઓફિસ, ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા 






હોસ્પિટલ
1- યુનિટી હોસ્પિટલ ( ગોત્રી ) નોટિસ 
2- ભાઈલાલ અમીન હોસ્પિટલ ( ગોરવા ) નોટિસ
3- પ્રિશા હોસ્પીટલ ( સપતરાવ કોલોની ) નોટિસ
4- વિનસ હોસ્પિટલ ( ઓપી રોડ ) નોટિસ
5- ગેસ્ટ્રો કેર હોસપિટલ ( અકોટા ) નોટિસ 
6- બરોડા હર્ષ ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ( ઓપી રોડ ) નોટિસ 
7 પેરેમાઉન્ટ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર ( અલકાપુરી ) નોટિસ
08-બરોડા સીટી હોસ્પિટલ ( તાંદલજા ) નોટીસ
09-ઈશિતા હોસ્પિટલ ( વાસણા રોડ ) નોટિસ
10-સર્વ હોસ્પિટલ અક્ષર ( વાસના રોડ ) નોટિસ
11- સમર્પણ હોસ્પિટલ ( વાઘોડિયા રોડ ) નોટિસ 
12ન્યુ કેર ક્લિનિક એન્ડ રિહેબ સેન્ટર ( દાંડિયા બજાર ) નોટિસ
સ્કૂલ
1- નવયુગ વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ ( સમા ) નોટિસ 
2-નવરચના ઇન્ટરનેશનલ Scholl ( સમા ) નોટિસ 
3- બ્રાઇટ સ્કૂલ ( વાસણા ) નોટિસ 
સિનેમા હોલ
1- ડી માર્ટ ( વાઘોડિયા રોડ ) નોટિસ 
2- મિરાજ સિનેમા ( સન ફાર્મા રોડ )નોટિસ
3- બન્સલ મોલની ઉપર મુવી પ્લેક્સ સિનેમા ( ગોત્રી ) નોટિસ 
4- અર્થ Eon સિનેમાર્ટ ( ખોડીયાર નગર ) નોટિસ
1- ગુરુદ્વારા ( ખંડેરાવ માર્કેટ ) નોટિસ 
2- લાલ ચર્ચ ( ફતેગંજ ) નોટિસ 
3- જુમ્મા મસ્જિદ ( ગેંડીગેટ ) નોટિસ 
4- BAPS સ્વામિનારાયણ મંદિર ( અટલાદરા ) નોટિસ

Reporter: News Plus

Related Post