News Portal...

Breaking News :

વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા સામે સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટનો આદેશ

2024-11-29 10:52:02
વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા સામે સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટનો આદેશ


વડોદરા : ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશીષકુમાર લાલજીભાઇ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે ૨૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામા ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પી.એસ.આઇ.શેલાણા સહિતના પાંચ લોકો આવ્યા હતા અને મને દુકાનમાં જ ઢોર માર મારી ખેંચીને કારમાં લઇ ગયા હતા.  


મારી દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અહી પણ કારમાં મને માર મારવામાં આવ્યો હતો.માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્યુટર એન્જિનિયરને ખાનગી કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે.

Reporter: admin

Related Post