વડોદરા : વડોદરા,સુરત,રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી હતી.

દિલ્હીની બે મહિલા સહિત ત્રણ સાગરીતોને ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.રાજ્યના વડોદરામાંથી સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. વડોદરા,સુરત,રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી હતી. દિલ્હીની બે મહિલા સહિત ત્રણ સાગરીતોને ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વડોદરામાં થોડા સમય પહેલાં એક મહિલાને વાતોમાં રાખીને બે મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી. મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી.જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઇ હતી. ત્યારબાદ મહિલાને તેના ૯૦ હજારના દાગીના ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.

આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ચેક કરતાં બે મહિલાની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઇ આવ્યું હતું.વાઘોડિયા ચોકડી પાસે આ ત્રણેય જણા નજરે પડતાં તેમને ઝડપી પાડયા હતા. સીતારામ બાવરી, પૂનમ સોનુ હારીમલ, વિશાલ શ્યામલાલ (ત્રણેય રહે.રઘુવીર નગર,દિલ્હી) ઠગ ટોળકી પાસેથી સોનાની ચાર બંગડી,બે ચેન,વીંટી,બુટ્ટી,૩ મોબાઇલ, પર્સ અને રોકડા ૨૧ હજાર મળી ૫ લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી.જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા,સુરત અને રાજકોટમાં ચાર મહિલાના દાગીના લૂંટ્યાની વિગતો ખૂલી હતી.
Reporter: admin