News Portal...

Breaking News :

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ઝોન કક્ષાનો માસ્ટર ટ્રેનર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો

2024-08-13 18:30:00
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ઝોન કક્ષાનો માસ્ટર ટ્રેનર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો




સમગ્ર શિક્ષા દ્વારા આજે વડોદરાની શ્રી મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ (સ્માર્ટ ક્લાસ) પ્રોજેક્ટ (ફેઝ-૫) અંતર્ગત વડોદરા ઝોન કક્ષાની માસ્ટર ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તાલીમમાં ઇકન્ટેન, સોફ્ટવેર અને ટુલ્સના ઉપયોગ અને સમગ્ર સ્માર્ટ ક્લાસના સંચાલન, સામાન્ય સમસ્યાના નિરાકરણ તેમજ સ્માર્ટ ક્લાસ દ્વારા ઇન્ટર એક્ટિવ સુચારુ વર્ગખંડ શિક્ષણકાર્ય કરવાની સમજણ આપવામાં આવી હતી. તજજ્ઞ શ્રી પ્રણવભાઈ સુથારે માસ્ટર ટ્રેનર શિક્ષકોને સુંદર તાલીમ આપી હતી. આ તાલીમ અંતર્ગત તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર એ પોતાના જિલ્લામાં જ્ઞાનકુંજ વર્ગખંડના નોડલ શિક્ષકોને તાલીમ આપવાની રહેશે.




જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડે એ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ રસપ્રદ બની રહે અને સંકલ્પનાઓનું ખરા અર્થમાં દ્રઢીકરણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી માસ્ટર ટ્રેનર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.



ઝોન કક્ષાના આ તાલીમ વર્ગનું સફળ આયોજન અને સંચાલન શ્રી રાકેશ સુથાર એડીપીસી (ક્યુ.ઈ.એમ.), શ્રી ચિરાગ પંચાલ અને શ્રી પ્રેમલભાઈ જિલ્લા એમ. આઈ. એસ. કો ઓર્ડીનેટર અને શ્રી પ્રકાશભાઈ ચૌધરી સી.આર.સી વરણામા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઝોન કક્ષાની આ તાલીમમાં વડોદરા શહેર-જિલ્લો, ભરૂચ, છોટા ઉદેપુર, નવસારી અને નર્મદા જિલ્લાના માસ્ટર ટ્રેનર શિક્ષકોએ ભાગ લીધો હતો. 


Reporter: admin

Related Post