મહાનગરપાલિકા વડોદરા શહે૨ના આઉટ ગ્રોથના સમાવિષ્ટ વિસ્તારની જાહે૨ જનતાને વડોદરા મહાનગ૨પાલિકાની વિવિધ કામગીરી માટે સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ઉત્તર ઝોનમાં છાણી વિસ્તારમાં ટી.પી.૧૩, એફ.પી.૫૮ ખાતે રૂ.૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન વહીવટી વોર્ડ નં.9ની તથા પશ્ચિમ ઝોનમાં ટી.પી.૧૭, એફ.પી.૧૧૭ વાસણા રોડ પ૨ રૂ.૧.૯૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન વહીવટી વોર્ડ નં.૧૦ની કચેરીનું મંગળવારના રોજ મેયર પિન્કી સોનીના વ૨દ હસ્તે પદાધિકારી ઉપસ્થિતિમાં લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું
છાણી ખાતે વહીવટી વોર્ડ નં.૧ની કચેરીના પ્લોટનું ક્ષેત્રફળ ૧૩,૦૫૭ ચો.મી. તથા બાંધકામ એરીયા ૮૬૪ ચો.મી.નો છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર તથા પાર્કિંગ એરીયાનો સમાવેશ થાય છે તથા વાસણા રોડ ૫૨ વહીવટી વોર્ડ નં.૧૦ની કચેરીના પ્લોટનું ક્ષેત્રફળ ૧૪૨૪ ચો.મી. તથા બાંધકામ એરીયા ૮૪૦ ચો.મી.નો જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર તથા પાર્કિંગ એરીયાનો સમાવેશ થાય છે.
બન્ને વોર્ડ ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લો૨ પ૨ રેવન્યુ વિભાગ, વોર્ડ ઓફિસ૨ તથા રેવન્યુ ઓફિસ૨ની કચેરી, સેનેટરી વિભાગ, સ્ટ્રીટલાઈટ વિભાગ તથા સ્ટો૨ તથા પહેલા માળે એન્જીનીયરીંગ વિભાગ, નાયબ કાર્યપાલક ઈજને૨ની કચેરી તથા રેકોર્ડ રૂમ બન્ને ફ્લો૨ પ૨ લેડીઝ તથા જેન્ટસ અલાયદા ટોયલેટ, પેવર બ્લોક સહ વ્હીલ અને ફોર વ્હીલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.આ પ્રસંગે સંસદ ડો.હેમાંગ જોષી, ધારાસભ્ય-સયાજીગંજ કેયુર રોકડીયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શિતલ મિસ્ત્રી મ્યુનિ. સભાસદઓ તથા ઉચ્ચ અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
Reporter: admin