ડેપ્યુટી મ્યુ. કમિશનર- મ્યુનિસિપલ કમિશનર સિવાય કોઈપણ નેતા-હોદ્દેદારો સીટી કમાન્ડ કંટ્રોલરૂમમાં દેખાયા નહીં.
બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર અને તેમની ટીમ પણ પ્રિમોન્સૂનન ટેસ્ટમાં નાપાસ...
કલેકટરે વેધર રીપોર્ટ કેમ જાહેર કર્યો નહી.આગોતરી ચેતવણી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર આપી શક્યા હોત.તંત્ર ઉંઘતું ઝડપાયું...
કોઈ ફરિયાદ કરવા જતા નહીં. જો ફરિયાદ કરવા જશો તો અધિકારી પૂછશે કે કોઈ એજન્ડા લઈને આવ્યા છો
અડધા ઇંચ વરસાદમાં નવાજારમાં પાણી..તંત્રના દાવા પોકળ...
કમોસમી સામાન્ય વરસાદમાં પણ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા.વરસાદી કાંસનાં દબાણ ઉપર ધ્યાન અપાયું નથી એ હકીકત છે. રાણાજી ની જેમ બાબુજી પણ જો માત્ર વિશ્વામિત્રી ઉપર નજર રાખશે તો ચાલશે નહીં. વરસાદી કાંસ ની સફાઈ તથા એની ઉપરના દબાણને પણ દૂર કરવા જરૂરી છે

શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ, 50થી વધુ વૃક્ષ ધરાશાયી, વીજળીના 4 થાંભલા પડ્યા
વડોદરા શહેરમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાતા રસ્તાઓ પર ધૂળ ની ડમરીઓ ઊડતી દેખાઇ હતી જેથી વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા. શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે શહેરમાં અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતાનિઝામપુરા મહેસાણા નગર રોડ ઉપર બે તોતિંગ વૃક્ષ ધરાશાય થઇ એક ફોરવીલર ગાડી ઉપર પડતા તેમાં બેઠેલા લોકોને રાહદારીઓએ મહામુસીબતે બહાર કાઢ્યા હતા અને આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો તો સરદાર નગર 133 નંબરના મકાન પાસે વૃક્ષ ધરાશાય થતા ઘરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. શહેરના કીર્તિ સ્તંભ, આર્મી ના ગેટ પાસે સહિતના અનેક વિસ્તારોમાં ઝાડ તૂટી પડ્યા છે. ભારે પવનના કારણે નંદેસરીમાં હાઇટેંશન લાઇનનો મોટો વીજ થાંભળો પણ ધરાશાયી થયો હતો નંદેસરી ચામુંડા નગર પાસે હાઇટન્સન લાઇનનો ભારેભરખમ થાંભલો નમી પડતા નાસભાગ મચી ગઇ હતી અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોની સુરક્ષા માટે આ રસ્તા પરથી લોકોની અવરજવર બંધ કરી દેવાઇ હતી તો સમા સાવલી રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર ફસાઇ ગઇ હતી. આજવા રોડ પર કમલાનગર પાસે પ્રસંગ માટે બાંધેલો મંડપ પણ ઉડી ગયો હતો. શહેરની પરિસ્થિતી જોઇને મ્યુનિ.કમિશનર મહેશ અરુણ બાબુ પણ તત્કાળ ફાયર બ્રિગેડ ખાતે પહોંચ્યા હતા અને સ્થિતીની સમિક્ષા કરી હતી.
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે.અને તે આગાહી મુજબ સોમવાર સાંજે વાતાવરણ બદલાઇ ગયું હતું અને ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે હોર્ડીંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા તો ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઇ ગઇ હતી. શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે ઝાડ પડતા 4 લોકોનું કારેલીબાગ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરાના વાતાવરણમાં પલટો આવતા અંધારપટ છવાયો હતો. વાતાવરણમાં પલટાના કારણે લોકો વહેલા જ ઘર તરફ જતા જોવા મળ્યા હતા. ધુળની ડમરીઓ ઉડતાં લોકો પરેશાન થઇ ગયા હતા અને જ્યાં હોય ત્યાં જ ઉભા રહી જવાની લોકોને ફરજ પડી હતી.

લોકોને ઘરમાં રહેવાની કમિશનરે અપીલ કરી...
વડોદરાની જનતાને નમ્ર વિનંતી કે બહાર નિકળવાનું ટાળજો અને ભારે પવન અને વરસાદનો માહોલ છે. હું અપીલ કરુ છું કે અમે બધા અને વીએમસીની ટીમ કામમાં લાગેલી છે અને લોકો ઘરમાં જ રહે. શહેરમાં ઝાડ પડ્યા છે જેથી ફાયરની ટીમો પણ કામે લાગી છે. સવાર સુધીમાં રસ્તા ખુલ્લા થઇ જાય. તેવા પ્રયાસો ચાલુ છે. એમજીવીસીએલ સાથે પણ અમે સંપર્કમાં છીએ.
અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર
મ્યુનિ.કમિશનર તત્કાળ ફાયર કન્ટ્રોલમાં પહોંચ્યા...
સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. કમિશનર અરુણ મહેશ બાબુ પણ ફાયર કન્ટ્રોલ રુમમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે શહેરમાં હાલ સ્થિતી કન્ટ્રોલ છે. શહેરનો રાઉન્ડ લીધા બાદ હું અહીં આવ્યો છું. ભારે પવનના કારણે 4 ઇલેકટ્રીક પોલ અને 50 ઝાડ પડ્યા છે. વીજલાઇન બાબતે એમજીવીસીએલ સાથે સંપર્કમાં છીએ. ઝાડ ક્લીયર કરાવાની કાર્યવાહી થઇ રહી છે. લોકો બહાર નિકળવાનું ટાળે કારણ કે વીજલાઇનો રસ્તામાં પડી ગઇ છે. સવાર સુધી પાણીનો અને તુટેલા ઝાડનો નિકાલ કરી દઇશુ. પોલીસ સાથે પણ ટ્રાફિક જામ ક્લીયર કરાવવા સંપર્કમાં છીએ.
કમોસમી વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી હતી...
વરસાદના કારણે શહેરના નવાબજાર,મંગળ બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. બજારોમાં ઘણી દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા કારણ કે ગટર લાઇન જ બ્લોક થઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે રાહદારીઓ અને વાહનચાલકો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
કોઈ ફરિયાદ કરવા જતા નહીં. જો ફરિયાદ કરવા જશો તો અધિકારી પૂછશે કે કોઈ એજન્ડા લઈને આવ્યા છો...
આજે વાવાઝોડા સાથે વરસાદ આવતા જ તંત્ર કેટલું તૈયાર છે તેનો અંદાજ આવી ગયો. કમોસમી વરસાદે શહેરીજનોને એલર્ટ કરી દીધા કે વરસાદની સિઝનમાં તંત્ર ઉપર ભરોસો રાખ્યા વગર પોતાની જાતને સંભાળી લેવી જરુરી છે. કોઈ ફરિયાદ કરવા જતા નહીં. જો ફરિયાદ કરવા જશો તો અધિકારી પૂછશે કે કોઈ એજન્ડા લઈને આવ્યા છો. શાસક પક્ષને કોઈ ફરિયાદ કરી શકાય નહીં.નેતાઓ કહે તે સાંભળી લેવાનું અને સ્વીકારી લેવાનું તેવો શહેરમાં ઘાટ સર્જાયો છે. ભારે પવન અને વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી અને તોતિંગ ઝાડ પડી ગયા હતા તો સંખ્યાબંધ વાહનો દબાઇ ગયા હતા. વરસાદ કે ચોમાસુ હજી આવ્યું નથી અને આ તો માત્ર ટ્રેલર હતું છતાં તંત્ર સાબદુ છે. સબ સલામત છે, તેવા ગાણાં ગાયે રાખ્યા હતા પણ પાલિકાનું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલત થઇ હતી. આજે ફરી એક વાર પુરવાર થયું કે વડોદરા ફરી ભગવાન ભરોસે છે. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર પોતાની ગાડીમાં બેઠા બેઠા જાહેર કરી દીધું કે કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. પવનની ગતી વધારે છે.પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા અને તેનો નિકાલ જ થતો ન હતો તે સ્થિતી દુર કરવામાં તે નિષ્ફળ ગયા હતા




Reporter: admin







