ભારે પવન સાથે વરસાદ વરસ્યો ઠેર ઠેર હોર્ડિંગ્ઝ અને વૃક્ષો ધરાશાયી થયા
વડોદરા : વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અને જગ્યાએ હોર્ડિંગ્ઝ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. રાત્રે 8 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

તોફાની પવન અને વરસાદમાં ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિગ્ઝ પડતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વડોદરામાં રિક્ષા ચાલક પર વીજ તાર પડતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. નંદેસરીમાં હાઈ ટેંશન લાઈન નું ટાવર ધરાસાય થયું છે.

...
Reporter: admin







