News Portal...

Breaking News :

વડોદરા તાલુકા પોલીસે ડ્રોન કેસમાં ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને બચાવ્યા.

2025-05-21 10:08:57
વડોદરા તાલુકા પોલીસે ડ્રોન કેસમાં ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને બચાવ્યા.


વડોદરા તાલુકા પોલીસ, ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોથી ગભરાઇ ગઇ ?
ભારત પાકિસ્તાનની તંગદિલી વચ્ચે ભારત સરકારની એક એડવાઈઝરી આવી હતી. રાજ્ય સરકારે પણ સમગ્ર રાજ્યમાં, તમામ જિલ્લામાં ફટાકડા ફોડવા ઉપર તથા ડ્રોન ઉડાડવા ઉપર પાબંદી લગાવી હતી.ગંભીરતાને ધ્યાનમાં રાખી, આ જાહેરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવીજીએ પણ કરી હતી... 



તાલુકા પોલીસ સ્ટેશનના પોતાના કાયદા ?.
વડોદરાના સેવાસી અંકોડિયા સ્થિત શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટ ચાલી રહી છે. ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં એક વ્યક્તિએ ડ્રોન ઉડાવી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડ્રોન પણ જપ્ત કર્યું હતું. જો કે નવાઇની વાત એ છે કે ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કરનારા આયોજકો સામે પોલીસે કાર્યવાહી કરી નથી. ડ્રોન ઉડાડનાર અને ફટાકડા ફોડનારની જગ્યાએ માહિતી આપનાર, વિડીયો વાયરલ કરનારની સામે ફરિયાદ કરી. પોલીસે મુખ્ય આરોપીને બાયપાસ કર્યો અને બચાવ્યો છે. ઉલ્લેખનિય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં ડ્રોન ન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાતે જાહેરાત કરવાની ફરજ પડી હતી. ત્યારે ઈવેન્ટમાં આ પ્રકારની ઘટના ઘટતા તુરંત જ આયોજક નિકુંજ પારેખે ડ્રોન ઉડાવનાર વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અક્ષય ચંદુભાઇ પરમાર હોવાનું અને કરજણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. 


આ દરમિયાન નિકુંજ પારેખે તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ડ્રોન ઉડાવનાર અક્ષય પરમારનું ડ્રોન કબજે કરી જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડ્રોન ઉડાવનારે આયોજકોની મંજૂરી વગર ડ્રોન ઉડાવ્યું હતું. અમે જ પોલીસને જાણ કરી હતી. અમારા કાર્યક્રમમા કોઇ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો નથી. જો કે નવાઇની વાત એ છે કે ડ્રોન જેવી વસ્તુ કોઇ વ્યક્તિ આયોજકોની મંજૂરી વગર ઉડે તે વાતમાં માલ નથી. આશ્ચર્યની વાત એ છે કે આપણી વડોદરા તાલુકા પોલીસે પણ આયોજકોનો આ લૂલો બચાવ માની પણ લીધો. પોલીસે ખરેખર આયોજકોને પુછવું જોઇએ કે શું ડ્રોન એ સામાન્ય ચીજ છે જે કોઇ પણ વ્યક્તિ ઉડાડી શકે? ફટાકડા પણ ફોડાયા હતા તો ફટાકડા ના જાહેરનામા ભંગના ગુનાનું શું? પોલીસ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે લાચાર થઇ ગઇ છે અને ડરી ગઇ છે. તાલુકા પોલીસ આટલી ડરપોક હશે તે પહેલીવાર ખબર પડી.જિલ્લા પોલીસ વડાએ આવી ડરપોક પોલીસને ખખડાવવી જોઇએ. શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. માત્ર જાહેરનામાનાં ભંગનો કેસ કરી પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી આરોપીને છોડી દેવાથી જનતામાં ખોટો મેસેજ જશે. કયા નેતાનું પોલીસ ઉપર દબાણ છે તે પણ તપાસનો વિષય બની જાય છે.

Reporter: admin

Related Post