અમદાવાદ : ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી સાત દિવસ વરસાદની આગાહી રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરલામાં 4 દિવસ બાદ વરસાદનું આગમન થશે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.એકસાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે. જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહ જ્યારે હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશ જેમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતા ગુજરતામાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.
Reporter: admin