વડોદરા મહાનગરમાં યોજાયેલી તિરંગા યાત્રા જિલ્લાની સખી મંડળો માટે રોજગારીની તકો લઇને આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તિરંગા યાત્રીઓ માટે કરવામાં આવેલા સૂકા નાસ્તાની વ્યવસ્થા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેવા બ્રાંડને પસંદ કરી હતી.
વડોદરા જિલ્લામાં ફરસાણ અને સૂકા નાસ્તાનું ઉત્પાદન કરતી સખી મંડળ રેવા બ્રાંડથી વેચાણ કરે છે. થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રેવા બ્રાંડનું લોન્ચિંગ કર્યું હતું. એ બાદ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ સખી મંડળ નિર્મિત ફરસાણ અને સૂકા નાસ્તાને યોગ્ય માર્કેટ મળી રહે તેવા પ્રયત્નો સતત ચાલું રાખ્યા હતા.
એવામાં રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવલખી મેદાન ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું અને તેમાં તિરંગા યાત્રીઓ માટે વડોદરા મહાપાલિકા દ્વારા સૂકા નાસ્તા માટે રૂ. બે લાખનો ઓર્ડર સખી મંડળને આપવામાં આવ્યો હતો. સખી મંડળની બહેનો આ ઓર્ડર મળતા મહેનત કરી સમયસર તૈયાર કરી નાખ્યો હતો. આ રેવા નાસ્તાને તિરંગા યાત્રીઓએ મનભરી માણ્યો હતો.
Reporter: admin