વડોદરા : સુસેન ચાર રસ્તા પાસે આજે રવિવારે મોડી સાંજે વધુ એક વિશાળ ભૂવો પડતાં વાહન વ્યવહારને અસર થઈ રહી છે. .
અગાઉ અહીં નજીકમાં જ બે મોટા ભૂવા પડ્યાં હતા. આ સિવાય ખોડિયારનગર પાસે પડેલા ભૂવાનું નજીકના દિવસોમાં બે વખત સમારકામ કરાયા બાદ આજે તેજ સ્થળે ત્રીજાવાર ભૂવો પડતાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યાં છે. મકરપુરા ડી-માર્ટ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઈન પર થોડા દિવસો પહેલા બે ભૂવા પડ્યાં હતા. હવે, આજ ડ્રેનેજ લાઈન સુસેન ચાર રસ્તા પાસેથી પણ પસાર થઈ રહી છે. જેમાં રવિવારે વિશાળ ભૂવો પડ્યો હતો. આમ, આખી ડ્રેનેજ લાઈન ધીરેધીરે ભૂવામાં રૂપાંતરિત થઈ રહી છે.
જેની પાછળ કોર્પોરેશનના ઈજારદારોની વેઠઉતાર કામગીરી કારણભૂત હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છેકે, ખોડિયારનગર પાસે એક મહિનાની અંદર એક જ સ્થળે ત્રણ વખત ભૂવાનું નિર્માણ થયું છે. આ ભૂવાનું બે વખત સમારકામ કરાયું હતું. સમારકામ પણ ગોકળગતિએ કરાતા રોજ હજારો લોકો હેરાન થતા હતા, પરંતુ કોર્પોરેશને સમારકામના નામે માત્રને માત્ર વેઠ ઉતારી હોવાનો આક્ષેપ થયો છે. આ વિસ્તાર ચેરમેન અને મેયરમાં આવે છે, છતાં એક જ સ્થળે ત્રણ વખત ભૂવાની ઘટનાને લઈ સવાલો ઉઠ્યાં છે
Reporter: admin