આજે ગુજરાતભરમાં ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણના 5251માં જન્મોત્સવની ભવ્ય પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહ્યો છે.
યાત્રાધામો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું ભક્તો પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રીકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે.
જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
Reporter: admin