મારું નામ ધરા શર્મા છે. હું વડોદરા, ગુજરાતથી છું. હાલમાં હું ONGC અંકલેશ્વરમાં જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી) તરીકે કામ કરું છું.

મને બહુ ગર્વ છે કે હું સોનીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (KBC) નો ભાગ બની શકી. મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનજીના સમક્ષ હોટસીટ પર બેસવું મારા માટે એક સપના સમાન હતું, જે હકીકતમાં પૂરું થયું.શો દરમિયાન મેં સમાજના મુદ્દાઓ પર વાત કરી હતી અને સાથે સાથે અમુક હાસ્યનાં પળો પણ બચ્ચન સર સાથે માણ્યાં હતાં.
એક સારી-ખાસી રકમ જીતીને મેં મારું સ્વપ્ન પૂરું કર્યું છે અને મારા માતા-પિતા તેમજ પરિવારને ગર્વ અનુભવાવવાનો અવસર આપ્યો છે.મારો એપિસોડ ૮ અને ૯ સપ્ટેમ્બરનાં રોજ, રાત્રે ૯ વાગ્યે સોની ચેનલ અથવા સોની લિવ પર પ્રસારિત થશે, જેમાં હું નજર આવીશ.
Reporter: admin







