News Portal...

Breaking News :

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન

2025-09-09 11:22:16
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન


ભાજપ એક એવી પાર્ટી પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો: અખિલેશ યાદવ
દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. 


આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન નહી કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે. પંજાબના ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે.



અખિલેશ યાદવે ભાજપ કર્યા 
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, 'આ મત અંતરાત્મા પર નાખવામાં આવે છે. આખો દેશ જાણે છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે લોકોનો ઉપયોગ કરે છે. પહેલા તેમનો ઉપયોગ કરો, પછી તેમને બરબાદ કરો. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ આવું જ બન્યું છે. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.'

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન કર્યું હતું.  
એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મતદાન થવાનું છે. આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ.'

Reporter: admin

Related Post