નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં લેવાયા
આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી.નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે.
મામલતદાર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.આ મુલાકાત વેળાએ તાલુકા વિકાસ અધિકારી,નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.
Reporter: admin