નર્મદા જિલ્લામાં સતત બે દિવસ સુધી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે.
ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે કરજણ બંધમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50000ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું.ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નર્મદા જિલ્લાના અનેક તાલુકાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જેમાં પણ ખાસ કરીને કરજણ ડેમના ઉપરવાસ વિસ્તાર એવા સાગબારા તેમજ દેડીયાપાડામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ ડેમમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી.
ડેમનું જળસ્તર 107 મીટર પર પહોંચી જતા ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદમાં કરજણ ડેમના ચાર ચારવાજાઓને 3 મીટર ખોલી 50000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી સલામતીના ભાગરૂપે કરજણ કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી હતી. તો બીજી તરફ ડેમમાંથી પાણી છોડતા કરજણ નદીમાં પાણી વધી જતા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી નદી પરના પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો.
Reporter: admin