News Portal...

Breaking News :

વડોદરા ગ્રામ્ય LCB ટીમે 45 લાખથી વધુ નો વિદેશી શરાબ ઝડપી પાડ્યો

2024-04-21 19:26:29
વડોદરા ગ્રામ્ય LCB ટીમે 45 લાખથી વધુ નો વિદેશી શરાબ ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય LCB ટીમે બાતમીના આધારે વાપીથી અમદાવાદ તરફ જતું શંકાસ્પદ ટેન્કરને ઝડપી તપાસ કરતા ભારતીય બનાવટનો 45 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી છે.ગઇકાલની સાંજના પોલીસ સ્ટાફના માણસો મંજુસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન LCB ટીમને ચોક્કસ બાતમી મળી કે, એક ટેન્કરમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપીથી વલસાડ, સુરત, ભરૂચ વડોદરા થઇ અમદાવાદ તરફ જવાનો છે. જે આધારે LCB ટીમ મંજુસર પો.સ્ટે.ની હદના આજોડ ગામની સીમમાં આવેલા એક્સપ્રેસ-વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટેન્કરની વોચમાં હતા.

પોલીસે ટેન્કર રોક્યું તે દરમિયાન બાતમીવાળું ટેન્કર આવતા તેને સાઇડમાં લેવડાવી તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર એકલો હતો. તેને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ ખીયારામ મંગારામ જાટ (રહે. લખવારા તા.ચોટણ જી.બાડમેર, રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. બાદમાં વિશ્વાસમાં લઈ ટેન્કરમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.આ ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ- 958 જેમાં કુલ બોટલ નંગ 29,856 જેની કિંમત રૂપિયા 45,98,400 સાથે કુલ મળી રૂપિયા 61,03,400ના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. ચાલક આ દારૂ કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો. જે બાબતે પુછપરછ કરતા પોતે ગાંધીધામ ખાતે ડ્રાઈવિંગ કરતો હતો, ત્યારે ગણપતભાઈ નામનો શખસ ડ્રાઈવિંગ કરતો હતો તેની સાથે ઓળખાણ થઈ હતી. જેથી ગણપતભાઈ નામના શખસે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આ ટેન્કર આપ્યું હોવાની વાત કરી હતી અને આ ટેન્કર જામનગર ખાતે પહોંચી ફોન કરવા કહેવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post