News Portal...

Breaking News :

મુખ્યમંત્રીની સભા પહેલા વડોદરામાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેઇન કર્યા.

2024-04-21 19:23:14
મુખ્યમંત્રીની સભા પહેલા વડોદરામાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેઇન કર્યા.

દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી આજે વડોદરા ખાતે જાહેર સભાની સંબોધવાના છે, ત્યારે શહેરના વિવિધ પોલીસ મથકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે પોલીસ સતર્ક બની કાર્યવાહી કરી રહી છે.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાવાની છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં રાજકોટ ભાજપના ઉમેદવારના વિરોધને લઈ જાહેર સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. બંદોબસ્ત દરમિયાન પોલીસને શંકા લાગતા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોની વિવિધ પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

Reporter: News Plus

Related Post