ડોદરા ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની બિલ્ડિંગમાં એપેક્ષ કમિટીની મીટીંગ યોજાઇ હતી. જેમાં બરોડા પ્રીમિયર લીગના આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી. ‘બરોડા પ્રીમિયર લીગ’માં 5 જેટલી ટીમોને રમાડવામાં આવશે. બરોડા ક્રિકેટ એસોસિએશન અને સ્ટેટ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને આ મેચનું આયોજન કરશે. કોટંબી ખાતેના ભવ્ય સ્ટેડિયમમાં મેચ રમાશે. તેના માટે બરોડા ક્રિકેટ એસોસિએશન તૈયાર છે.આ અંગે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, આજે એપેક્ષ કમિટીની મીટીંગ હતી. આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે, બરોડા પ્રીમિયર લીગ રમાશે. જે આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. આ લીગ અન્ય એસોસિએશન પણ કરે છે અને તે કરીશું તો વડોદરાને ખૂબ જ સારો ફાયદો થશે, જેમાં યુવા ક્રિકેટરો રમશે. આ ટુર્નામેન્ટનું પ્રસારણ નેશનલ લેવલે અને OTT પ્લેટફોર્મ પર પણ કરવામાં આવશે
વધુમાં જણાવ્યું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં બરોડા પ્રીમિયમ લીગ યોજાવા જઈ રહી છે. જેમાં 5 ટીમો વચ્ચે 24 મેચો યોજાવાની છે. બે-ત્રણ વર્ષ પછી ટીમોની ખરીદી કરવામાં આવશે અને સ્પોન્સર આધારિત ક્રિકેટ રમાશે. આ લોકલ પ્રીમિયર લીગ છે, જેમાં તમામ ખેલાડીઓ BCCIના રજીસ્ટર ખેલાડીઓ હશે. આ મેચો કોટંબી સ્ટેડિયમ પર યોજવા જઈ રહી છે. કોટંબી સ્ટેડિયમ હાલમાં તૈયાર છે અને સરકાર પાસે માત્ર 30 મીટરનો રસ્તા અંગે કરેલ છે જે પણ મળી જશે. વધુમાં કહ્યું કે, કોટંબી સ્ટેડિયમમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને અહીંયા સેફટી ફાયર અને તમામ ગાઈડલાઇન આધારિત તૈયાર કરાયું છે
Reporter: News Plus